Samvedna Trusts   +91 973 750 7003

About Us

સંવેદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ.

૧. દરેક શાળા કોલેજો અને ઘરે-ઘરે જઈને કપડાં એકઠાં કરી ઈસ્ત્રી કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે.

૨. દરેક શાળા-કોલેજ અને ઘરે-ઘરે જઈને જૂનાં દફતર એકઠાં કરવામાં આવે છે , અને જો એ ફાટેલાં હોય , ચેઈન ના હોય તો એને રીપેર કરાવીને ત્યારબાદ ગરીબ નાનાં છોકરાઓને આપવામાં આવે છે.

૩. દર મહિનાની પૂનમ અને અમાસનાં દિવસે આણંદનાં તમામ જરૂરતમંદ વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવામાં આવે છે.

૪. જન્મદિવસ , લગ્નતિથી તથા પૂણ્યતિથીના દિવસે વૃધ્ધાશ્રમ , અંધ , અપંગજન , અનાથ અને મંદબુદ્ધિના બાળકોને તથા આણંદના તમામ જરૂરતમંદ વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવામાં આવે છે.

૫. લગ્ન પ્રસંગ , સામાજીક પ્રસંગ , ધાર્મિક પ્રસંગ અને મરણ પ્રસંગમાં જમવાનું વધ્યું હોય તો એકત્ર કરી ટ્રસ્ટનાં કાયૅકરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને પહોંચતું કરવામાં આવે છે.(સંપર્ક કરવા માટેનો સમય:સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી)

૬. દર મહિને પક્ષીઓને ચણ નાખવામાં આવે છે.

૭. દર્દીઓને લોહી પુરું પાડવામાં આવે છે.

૮. અન્ય કાયૅક્રમો:- -ધાર્મિક , રાષ્ટ્રીય અને અન્ય ખાસ પ્રસંગોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. -જેવા કે

મકરસંક્રાતિ નિમિત્તે મમરાનાં લાડુનું વિતરણ , પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્યદિન નિમિત્તે પેન્સિલ , રબ્બર , સંચો , સ્કેલ , બોલપેન અને ફુડ પેકેટનું વિતરણ , મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં નાના છોકરા તેમજ છોકરીઓને દુધનું વિતરણ , હોળીના પર્વ નિમિત્તે ધાણી અને ખજૂરનું વિતરણ , ધુળેટીના પવૅ નિમિત્તે અંધ , અપંગજન , અનાથ અને મંદબુદ્ધિના બાળકોને પિચકારી તથા કલરનું વિતરણ , રથયાત્રાનાં પવૅ નિમિત્તે ગરીબ નાના છોકરાં તેમજ છોકરીઓને શરબતનું વિતરણ , ગણેશ ચતુર્થીના પવૅ નિમિત્તે લાડુનું વિતરણ , નવરાત્રિના પવૅ નિમિત્તે ગરીબ , અંધ , અનાથ , અપંગ છોકરીઓને ચણિયા ચોળીનું વિતરણ , શરદ પુનમ નિમિત્તે દૂધ-પૌઆનું વિતરણ , દિવાળીમાં મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ , નાતાલનાં પવૅ નિમિત્તે ધાબળાનું વિતરણ , 31ST ડિસેમ્બરનાં દિવસે કપડાં અને સેવ-ઉસળનું વિતરણ , વેલેન્ટાઇન ડેના દિવસે ચંપલનું નિમિત્તે , જલારામ જયંતિ નિમિત્તે બુંદી-ગાંઠિયાનું વિતરણ , ગૌરીવ્રત નિમિત્તે ગરીબ કન્યાઓને આઈસ્ક્રીમ અને કટલેરીનું વિતરણ , વિશ્વ વન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ , વાર્ષિક પરીક્ષામાં આણંદની તમામ ઝૂંપડપટ્ટીનાં જે ગરીબ બાળકો સારા માકૅસ સાથે પાસ થયા હોય તેવા બાળકોને મોંઘી હોટેલ જેવી કે (MACDONALD) તથાં મોંઘી ગાડીઓમાં ફેરવી મેડલ પહેરાવી સન્માન કરવામાં આવે છે.અંધ તથા વિકલાંગતા ધરાવતા વિધાર્થીઓને રાઈટરની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

"ઓછું હોય તો લઈ જાય , વધારે હોય તો મુકી જાય"નાં સ્લોગન સાથે આણંદમાં ભલાઈની દિવાલ બનાવવામાં આવેલ છે.

➡ટૂંકો ઈતિહાસ:-

સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનાં સ્થાનક અને સંચાલક વિરાજ ઠાકર અને તેમનાં સહયોગીઓ દ્વારા શાળા , કોલેજોમાં બે દિવસ સુધી કપડાં એકઠાં કરવામાં આવ્યાં અને તે કપડાં જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવ્યાં. ધીરે- ધીરે તબક્કાવાર મિત્રો અને વડીલો દ્વારા સાથ-સહકાર મળતાં પૂનમ અને અમાસનાં દિવસે જરૂરિયાતમંદ લોકોને જમાડવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ લગ્નપ્રસંગમાં જમવાનું વધ્યું હોય તો તે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ઉત્સુક કાયૅકરો દ્વારા જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવે છે.ધાર્મિક , રાષ્ટ્રીય અને અન્ય ખાસ પ્રસંગોએ અન્ય કાયૅક્રમો કરી સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટને આગળ વધારવામાં યોગદાન આપવામાં આવે છે.આજની ૨૧મી સદીનાં યુવાનો વ્યસન અને મોજશોખમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનાં કાયૅકરો આવા વ્યસન અને મોજશોખથી દૂર રહી , વ્યસનથી બચેલાં પૈસા આવા સામાજીક કાયૅમાં સહયોગ આપી સમાજને સુધારવાનું એક આદર્શ અને પ્રેરણારૂપ કાયૅ કરી રહ્યા છે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનાં તમામ કાયૅકરો દ્વારા દર મહિને પોતાની યથાશક્તિ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટમાં યોગદાન આપી સમાજને એક આદર્શ સમાજ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.માત્ર આર્થિક જ નહિં પરંતુ શારીરિક તેમજ માનસિક રીતે પણ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના કાયૅકરો સમાજને મદદરૂપ થવા તત્પર રહે છે.

આજથી ૩ વર્ષ પહેલાં ૩૦ ઓગસ્ટ , ૨૦૧૬નાં દિવસે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું અને જોતજોતામાં ૬૮૨ પ્રોગ્રામો કરી વિક્રમ સર્જી નાખ્યો.

why Choose Us

આજની ૨૧મી સદી ના યુવાનો વ્યસન અને મોજશોખ માં વ્યસ્ત રહેતા હોય છે જયારે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો આવાં વ્યસન અને મોજશોખ થી દુર રહી, વ્યસન થી બચેલા પૈસા આવા સામાજીક કાર્યમાં સહયોગ આપી સમાજને સુધારવાનું એક આદર્શ અને પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે.

vision

ગરીબોને વેદનામુકત કરવા " વેદનાનો ઈલાજ સંવેદના "ને સાકાર કરવું.

mission

" ગરીબ સે કરીબ "ને સાકાર કરવા વિવિધ પ્રવૃતિઓથી સતત સેવા આપતું રહ્યું છે "સંવેદના".

Action

પોતાના વિઝન અને મિશનને સાકાર કરવા સંવેદનાના સેવકો " સંવેદના સેવારથ" , જમવાનું , કપડાં જેવી વિવિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓના દાન દ્વારા સતત કાયૅશીલ રહે છે....

Our Committee

Viraj Thakar (ભુદેવ)

President

Rupanshu Parmar

Secretary

Neel Bhatt

Treasurer

Devendra Thakar

Inspirer

Aniruddhsinh Raj

Executive Member

D-102 Sagar Appartment, Nr. Ganesh Crossing, Anand

+91 973 750 7003,
+91 971 274 2425